નાવિક પરિવારને મહાકુંભમાં 45 દિવસમાં રૂા.30 કરોડની કમાણી
નાવિક પરિવારને મહાકુંભમાં 45 દિવસમાં રૂા.30 કરોડની કમાણી
Blog Article
મહા કુંભ ખરેખર એક સ્મૃતિ બની ગયો છે, આ મહા કુંભમાં એક તરફ ધર્મ અને આધ્યાત્મિકતાની વાતો હતી. બીજી તરફ તે અનેક લોકોની આવકનું સાધન બની ગયો હતો. એક નાવિક પરિવારની મહાકુંભની અધધ કમાણી ચર્ચાસ્પદ બની છે.
એક પરિવારે મહાકુંભના 45 દિવસમાં માત્ર બોટ ચલાવીને 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મહાકુંભમાં લગભગ 66 કરોડ ભક્તોએ આસ્થાપૂર્વક સ્નાન કર્યું હતું. તેના પગલે આ પરિવારને તમામ 45 દિવસ કામ મળ્યું હતું અને તેમની બોટ એક દિવસ પણ ખાલી રહી નહોતી. આ પરિવાર પાસે એકસૌથી વધુ બોટ છે અને દરેક બોટ દીઠ રૂપિયા 7 થી 10 લાખની રોજીંદી આવક થતી હતી. આ રીતે આખા પરિવારે લગભગ 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બોટમેન પિન્ટુ મહરા અને તેની માતા શુક્લાવતી એટલા ખુશ છે કે તેઓ પોતાના ઘરે લોકોને મીઠાઈ ખવડાવી રહ્યા છે. માતા-પુત્રનું કહેવું છે કે યોગી સરકારે મહાકુંભમાં કરેલી વ્યવસ્થાઓને કારણે ભક્તોની સંખ્યામાં વધારો થયો અને તેમને તેમની મહેનતના પૈસા મહાપ્રસાદ તરીકે મળ્યા છે.
મહરા પરિવારના 500થી વધુ સભ્યો બોટિંગનો વ્યવસાય કરે છે. તેમની પાસે સૌથી વધુ બોટ છે અને આ લોકો નજીકના વિસ્તારોમાંથી બોટ પણ મેળવીને ન્હાવા માટે લઈ જતા હતા.
Report this page